Explore

Search

July 8, 2025 4:31 pm

LATEST NEWS
Lifestyle

જુઓ , અમદાવાદના પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ ના બ્લોગ ‘ડાકિયા ડાક લાયા’ ને ટોપ હિન્દી બ્લોગ્સમાં મળ્યું સ્થાન

Facebook
Twitter
WhatsApp
Email

જુઓ , અમદાવાદના પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ ના બ્લોગ ‘ડાકિયા ડાક લાયા’ ને ટોપ હિન્દી બ્લોગ્સમાં મળ્યું સ્થાન

ટોપ હિન્દી બ્લોગ્સમાં સામેલ થયું પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવનું બ્લોગ ‘ડાકિયા ડાક લાયા’

ભારતીય ડાક સેવાના અધિકારી ઉપરાંત સાહિત્યકાર, વિચારક અને બ્લોગર શ્રી કૃષ્ણ કુમાર યાદવ

દેશ-વિદેશમાં ઇન્ટરનેટ પર હિન્દી ભાષાના વ્યાપક પ્રચાર- સાર અને બ્લોગિંગના માધ્યમથી પોતાની રચનાત્મકતાની વિસ્તૃત વિસ્તૃતિકરણ કરનાર ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર, અમદાવાદના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવના બ્લોગ ‘ડાકિયા ડાક લાયા’ને ટોપ હિન્દી બ્લોગ્સમાં સ્થાન મળ્યું.

ઇન્ડિયન ટોપ બ્લોગ્સ નામક સર્વે એજન્સી દ્વારા વિશ્વના હિન્દી બ્લોગ્સ પર કરાયેલા સર્વેના આધાર પર આ બ્લોગને શ્રેષ્ઠ હિન્દી બ્લોગ્સની ડિરેક્ટરીમાં શામિલ કરવામાં આવ્યું છે, જેમાં વર્ષ 2024 માં 104 હિન્દી બ્લોગોને સ્થાન મળ્યું છે.

100થી વધુ દેશોમાં જોવાતો અને વંચાતો ‘ડાકિયા ડાક લાયા’ બ્લોગ હાલમાં 1600થી વધુ પોસ્ટ પ્રકાશિત છે.

વર્ષ 2008થી બ્લોગિંગમાં સક્રિય અને ‘દશકના શ્રેષ્ઠ હિન્દી બ્લોગર દંપતિ’ તેમજ સાર્ક દેશોના શ્રેષ્ઠ ‘પરિકલ્પના બ્લોગિંગ સાર્ક શિખર સન્માન’થી સમ્માનિત શ્રી કૃષ્ણ કુમાર યાદવ હિન્દી બ્લોગિંગ ક્ષેત્રમાં એક જાણીતા નામ બન્યા છે.

‘ડાકિયા ડાક લાયા’ બ્લોગ તેની વિવિધ પોસ્ટ્સ દ્વારા ડાક સેવાઓની વિશાળતા, વિવિધતા અને આધુનિક સમયમાં તેમાં થયેલાં બધા બદલાવોને રેખાંકિત કરે છે.

આ બ્લોગ દ્વારા ડાક સેવાઓ સાથે જોડાયેલા ઘણા જાણીતા – અજાણ પાસાંને પ્રકાશિત કરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે બહુમાત્રિક વ્યક્તિત્વ ધરાવતા શ્રી કૃષ્ણ કુમાર યાદવ ભારતીય ડાક સેવા ના 2001 બેચના વરિષ્ઠ અધિકારી છે, સાથે-સાથે સામાજિક, સાહિત્યિક અને સમકાલીન મુદ્દાઓ પર લેખન કરનારા સાહિત્યકાર, વિચારક અને બ્લોગર પણ છે.

અત્યાર સુધી એમની 7 પુસ્તકો પ્રકાશિત થઇ ચૂકી છે – ‘અભિલાષા’ (કાવ્ય-સંગ્રહ), ‘અભિવ્યક્તિઓના બહાના ‘ અને ‘અનુભૂતિઓ અને વિમર્શ’ (નિબંધ-સંગ્રહ), ‘India Post : 150 Glorious Years’ (2006), ‘ક્રાંતિ-યજ્ઞ : 1857-1947 ની ગાથા’, ‘જંગલમાં ક્રિકેટ’ (બાલ-ગીત સંગ્રહ) અને ‘ 16 આને 16 લોક’ (નિબંધ-સંગ્રહ).

વિભાગીય દાયિત્વ અને હિન્દી ના પ્રચાર દરમિયાન, લંડન, ફ્રાંસ, જર્મની, નેદરલૅન્ડ, દક્ષિણ કોરિયા, ભૂટાન, શ્રીલંકા, નેપાલ જેવા દેશોની યાત્રા કરી છે.

‘શબ્દ સર્જન કી ઓર’ (http://kkyadav.blogspot.com) અને ‘ડાકિયા ડાક લાયા’ (http://dakbabu.blogspot.com) પ્રખ્યાત બ્લોગ્સ છે.

નેપાલ, ભૂટાન અને શ્રીલંકા સહિત અનેક દેશોમાં આયોજિત આંતરરાષ્ટ્રીય બ્લોગર્સ સંમેલનમાં આપને સન્માનિત કરવામાં આવ્યા છે.

દેશના વિવિધ ભાગોમાં – સુરત (ગુજરાત), કાનપુર, અંદમાન-નિકોબાર દ્વીપસમૂહ, પ્રયાગરાજ, જોધપુર, લખનૌ, વારાણસીમાં વિવિધ પદો પર કાર્ય કરવા ઉપરાંત હાલમાં ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ તરીકે કાર્યરત છે.

Chavda Parakramsinh
Author: Chavda Parakramsinh

Chavda Parakramsinh

Leave a Comment