જુઓ , હોલિવૂડ સ્ટાઈલથી ભોંયરામાં સંતાડયો વિદેશી દારૂ !!!
ભાવનગર LCB દ્વારા કરવામાં આવેલી એક રેડમાં રહેણાંક મકાનની અંદર જમીનમાં ભોંયરું બનાવીને રખાયેલ વિદેશી દારૂ મળી આવ્યો છે.
ભાવનગર LCBની ટીમને વિદેશી દારૂની 222 બોટલો મળી આવી છે, આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે.
LCBએ શહેરના આડોડીયાવાસ વિસ્તારમાંથી ઇંગ્લિશ દારૂની નાની મોટી 222 બોટલ ઝડપી લીધી : ભાવનગરમાં દારૂની હેરાફેરી
ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે આજરોજ આડોડિયાવાસ વિસ્તારમાં પ્રોહિબિશન અંગેની ડ્રાઇવ દરમિયાન કુખ્યાત મહિલા બુટલેગર પૂજા પ્રદીપ ઉર્ફે પપ્પુ હર્ષદ રાઠોડ ના રહેણાંકી મકાનમાં રેડ કરી ઇંગ્લિશ દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી 222 બોટલ કબ્જે કરી હતી ત્યારે રેડ દરમિયાન બુટલેગર પપ્પુ ફરાર થઈ ગઈ હતી.
31 ડિસેમ્બર અન્વયે પોલીસ તંત્ર અને નશાકારક દ્રવ્યો પદાર્થોને હેરફેર સંગ્રહ કે વેચાણ સંદર્ભે એલર્ટ હોય જે અન્વયે આજરોજ એલસીબી એ આડોડિયાવાસ વિસ્તારમાં પ્રોહિબિશન અંગેની ડ્રાઇવ હાથ ધરી હતી.
જેમાં કુખ્યાત મહિલા બુટલેગર પૂજા પ્રદીપ ઉર્ફે પપ્પુ રાઠોડના મકાનમાં ઈંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી 222 બોટલ હાથ લાગી હતી જ્યારે રેડ દરમિયાન મહિલા બુટલેગર પૂજા ફરાર થઈ ગઈ હતી.
આથી એલસીબીની ટીમે રૂપિયા 57,690 ની કિંમતનો ઇંગ્લિશ દારૂનો જથ્થો કબ્જે કરી મહિલા બુટલેગર પૂજા વિરુદ્ધ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાવી મુદ્દામાલ સોંપી વધુ તપાસ હાથ ધરી છે.

Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh