Explore

Search

July 8, 2025 5:39 pm

LATEST NEWS
Lifestyle

ઈન્ડિયા વી. ઓસ્ટ્રેલિયા – ચોથી ટેસ્ટ : જાણો પળ પળની ખબરો

Facebook
Twitter
WhatsApp
Email

ઈન્ડિયા વી. ઓસ્ટ્રેલિયા – ચોથી ટેસ્ટ : જાણો પળ પળની ખબરો

AUS 311/6 (86)

AUS
Steven Smith68(111)
Pat Cummins   8(17)
IND

Jasprit Bumrah 3 વિકેટ 

કોહલીને કોન્સ્ટાસને ખભો મારવો ભારે પડ્યો! મેચ રેફરીએ કરી કડક સજા

વિરાટ કોહલીને ઓસ્ટ્રેલિયન ઓપનર બેટ્સમેન સાથે ખભો અથડાવવાનું ભારે પડ્યું છે.

આ ગેરવર્તૂણક બદલ કોહલીને તેની મેચ ફીના 20 ટકા પેનલ્ટી ફટકારવામાં આવી છે.

તેમજ ડિમેરિટ પોઈન્ટ ઉમેરવાની સજા આપવામાં આવી છે.

આઈસીસીસીના કોડ ઓફ કંડક્ટના ભંગ બદલ વિરાટ કોહલીને આ સજા આપવામાં આવી છે.

જેના આર્ટિકલ 2.12 મુજબ ક્રિકેટમાં કોઈપણ પ્રકારનું અયોગ્ય શારિરીક સંપર્ક પ્રતિબંધિત છે.

મર્યાદાને ઓળંગી કોઈપણ ખેલાડી અન્ય ખેલાડી સાથે ગેરવર્તૂંણક કરી શકે નહીં.

તેમજ આ નિયમોનો ભંગ કરવા બદલ કાર્યવાહીનો સામનો કરવો પડશે.

ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં વિરાટ કોહલીએ ગુસ્સામાં સેમ કોન્સ્ટાસને ખભો માર્યો હતો.

જે બાદ બંને ખેલાડીઓ વચ્ચે મેદાન વચ્ચે વિવાદ જોવા મળ્યો હતો.

મેચ ખતમ થતાં જ વિરાટ કોહલી મેચ રેફરી સામે હાજર થયો અને પોતાની ભૂલ સ્વીકારી હતી. જે બાદ રેફરીએ કોહલીએ મેચ ફીસના 20 ટકા દંડ ફટકાર્યો છે.

રવિ શાસ્ત્રીએ પણ કોહલીના આ વર્તનનો વિરોધ કર્યો હતો અને તેની કોઈ જરૂર ન હોવાનું નિવેદન આપ્યું હતું.

મેદાનમાં કોહલીની ફરી બબાલ! હવે 19 વર્ષીય ઓસ્ટ્રેલિયન ખેલાડીને ખભો માર્યો : ઈન્ડિયા વી. ઓસ્ટ્રેલિયા – ચોથી ટેસ્ટ : જાણો પળ પળની ખબરો

ઈન્ડિયા વી. ઓસ્ટ્રેલિયા - ચોથી ટેસ્ટ : જાણો પળ પળની ખબરો

બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચોથી બોક્સિંગ ડે ટેસ્ટ મેલબોર્નમાં રમાઈ રહી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ મેચમાં ઓસ્ટ્રેલિયા નવી ઓપનિંગ જોડી સાથે મેદાનમાં ઉતર્યું હતું. સેમ કોન્સ્ટાસને મેલબોર્નમાં ટેસ્ટ ડેબ્યૂ કરવાનો મોકો મળ્યો અને તેની પહેલી જ મેચમાં સેમની ટક્કર ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી વિરાટ કોહલી સાથે થઈ. વિરાટ અને સેમ વચ્ચે થોડી દલીલ પણ જોવા મળી હતી. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

કોહલી અને સેમ વચ્ચે દલીલ

આજે મેલબોર્ન ટેસ્ટનો પ્રથમ દિવસ છે અને પ્રથમ દિવસે સેમ કોન્સ્ટાસે શાનદાર બેટિંગ કરી હતી. સેમે ભારતીય ઝડપી બોલરો સામે ઘણા રન બનાવ્યા હતા. વિરાટ કોહલી અને સેમ વચ્ચે પહેલા દિવસે થોડી દલીલ થઈ હતી. ખરેખર ઇનિંગની 10મી ઓવર દરમિયાન, જ્યારે વિરાટ કોહલી આ યુવા બેટ્સમેન પાસેથી પસાર થયો, ત્યારે તેમના ખભા અથડાયા, ત્યારબાદ બંને વચ્ચે ટૂંકી બોલાચાલી થઈ અને અમ્પાયરે દરમિયાનગીરી કરવી પડી. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

સેમે ડેબ્યૂ મેચમાં અડધી સદી ફટકારી હતી

મેલબોર્ન ટેસ્ટના પહેલા દિવસે સેમ કોન્સ્ટાસે ખૂબ જ ઝડપી રન બનાવ્યા હતા. ભારતના ઝડપી બોલરો માટે આ યુવા ખેલાડીને આઉટ કરવો ખૂબ જ મુશ્કેલ લાગી રહ્યું હતું. ખાસ કરીને જસપ્રીત બુમરાહ સામે તેણે વિસ્ફોટક બેટિંગનું પ્રદર્શન કર્યું હતું. સેમે બુમરાહની એક જ ઓવરમાં 18 રન બનાવ્યા, જેમાં 2 ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. પ્રથમ દાવમાં સેમ 65 બોલમાં 60 રન બનાવીને આઉટ થયો હતો.

રોહિતે કરી મોટી ભૂલ? MCG ટેસ્ટમાંથી સ્ટાર બેટરને ટીમથી બહાર કરતાં સવાલ ઊઠ્યાં : ઈન્ડિયા વી. ઓસ્ટ્રેલિયા – ચોથી ટેસ્ટ : જાણો પળ પળની ખબરો

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સીરિઝની ચોથી મેચ મેલબોર્નમાં રમાઈ રહી છે. બોક્સિંગ ડે ટેસ્ટનો આજે પ્રથમ દિવસ છે. સીરીઝમાં બંને ટીમો 1-1થી બરાબરી પર છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ મેચમાં સ્ટાર બેટર શુભમન ગિલને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે અને તેની જગ્યાએ વોશિંગ્ટન સુંદરને સ્થાન મળ્યું છે. જોકે, ટોસ દરમિયાન રોહિત શર્માએ ગિલને બહાર કરવાનું કારણ નથી જણાવ્યું. બીજી તરફ રોહિત શર્માએ ટોસ દરમિયાન રવિ શાસ્ત્રીના સવાલ પર કહ્યું કે, હું ટોપ ઓર્ડરમાં બેટિંગ કરીશ.

મેલબોર્નની પિચ સ્પિન ફ્રેન્ડલી રહી શકે છે, કદાચ આ કારણોસર સુંદરને તક આપવામાં આવી છે. જો કે ભારતીય ટીમમાં ગિલની જગ્યાએ 3 નંબર પર કોણ બેટિંગ કરશે તે જોવા જેવું હશે. સુનીલ ગાવસ્કરે ટીમ સિલેક્શન પર સવાલ ઉઠાવ્યા છે. તેણે કહ્યું કે વોશિંગ્ટન સુંદરને તક આપવી એ બરાબર છે. પરંતુ નીતીશ કુમાર રેડ્ડીને બહાર કરી શકાયો હોત. કારણ કે તે આઠમા નંબર પર બેટિંગ કરવા આવે છે અને 10 ઓવર બોલિંગ કરે છે. આવી સ્થિતિમાં નીતિશને ચોથો બોલર ન ગણી શકાય.

શુભમન ગિલે બોર્ડર ગાવસ્કર ટ્રોફી સીરિઝની 2 ટેસ્ટ મેચોની ત્રણ ઈનિંગ્સમાં કુલ 60 રન બનાવ્યા છે.

Chavda Parakramsinh
Author: Chavda Parakramsinh

Chavda Parakramsinh

Leave a Comment