જુઓ , બાવળા-બગોદરા હાઈવે પર સર્જાયો ગોઝારો અકસ્માત, ૨ નાં મોત, ઈજાગ્રસ્તો સારવાર હેઠળ
બાવળા-બગોદરા હાઇવે અકસ્માત!
અમદાવાદ | બાવળા-બગોદરા હાઇવે ઉપર રોહિડા ચોકડી નજીક ગંભીર અકસ્માતની ઘટના બની છે, કાપડના રોલ ભરેલી આઇસર ગાડી રોંગ સાઈડમાં ઘસી આવતા ભયંકર અકસ્માત સર્જાતાં આગ ભભૂકી ઉઠી હતી.
અકસ્માતમાં 2 લોકોના આગમાં સળગીને મોતની આશંકા, એકને તાત્કાલિક સિવિલ ખસેડાયો… pic.twitter.com/Stlf54SsSP
— Sagar Patoliya (@kathiyawadiii) December 26, 2024
બે ટ્રક અથડાતા હોનારત સર્જાઈ હતી , રોહિડા ચોકડી નજીક ગંભીર અકસ્માતની ઘટના બની છે.
બાવળા-બગોદરા હાઈવે પર બે ટ્રક અથડાતા હોનારત સર્જાઈ હતી.
જેમાં આગ ફાટી નીકળતા ડ્રાઈવર અને એક પેસેન્જરનું મોત થયાનું જાણવા મળ્યું છે.
આ ટ્રકોમાં ઘઉં અને ચોખાની બોરીઓ ભરેલી હતી. જેમાં કાપડ ભરેલી ટ્રક ચોટીલાથી અમદાવાદ જતી હતી.
આ ટ્રક ચોટીલામાં રણછોડભાઈ રબારીની કંપનીની ટ્રક હતી. ટ્રકનો જૂનો ડ્રાઈવર પ્રદીપભાઈ રજા પર ગયો હતો તો તેમની જગ્યાએ કમલભાઈ આવ્યા હતા.
પરંતુ ટ્રકનો અકસ્માત થતાં કમલભાઈનું મોત નિપજ્યું છે. હાલ બંને મૃતકોના પરિવારને તેની જાણ કરી દેવાઈ છે.
મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયો છે. ફાયરબિગ્રેડે આગ પર કાબૂ મેળવી લીધો છે.
ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડી દેવાયા છે.

Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh