Explore

Search

July 9, 2025 2:42 am

LATEST NEWS
Lifestyle

જુઓ , સંધ્યા થિયેટર કેસમાં પીડિત પરિવારને બે કરોડનું વળતર આપીશું, અલ્લુ અર્જુનની જાહેરાત

Facebook
Twitter
WhatsApp
Email

જુઓ , સંધ્યા થિયેટર કેસમાં પીડિત પરિવારને બે કરોડનું વળતર આપીશું, અલ્લુ અર્જુનની જાહેરાત

 સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ મોટી કમાણી કરી રહી છે, તો બીજી તરફ અભિનેતા સંધ્યા થિયેટર કેસમાં ફસાયેલો છે. મંગળવારે તેને પૂછપરછ માટે ચિક્કડપલ્લી સ્ટેશન પર બોલાવવામાં આવ્યો હતો. આ પહેલા અલ્લુ અર્જુને પોતે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં અભિનેતાએ પોતાને નિર્દોષ જાહેર કરતા કહ્યું હતું કે, ‘આ કેસમાં મને બદનામ કરવામાં આવી રહ્યો છે.’

અલ્લુ અર્જુનના પિતા એ કરી મોટી જાહેરાત 

અલ્લુ અર્જુન, તેનો પરિવાર અને પુષ્પા 2ની ટીમ પીડિતના પરિવારના સતત સંપર્કમાં રહીને હોસ્પિટલમાં દાખલ 9 વર્ષના શ્રીતેજની સંભાળ લઈ રહી છે. અલ્લુ અરવિંદે કહ્યું કે પુષ્પા 2ની આખી ટીમ પીડિત પરિવારની સાથે છે અને તમામ શક્ય મદદ કરવા તૈયાર છે.

પીડિત પરિવારને રૂ. 2 કરોડની આર્થિક સહાય 

આજે અલ્લુ અર્જુનના પિતા અલ્લુ અરવિંદે બુધવારે એક મોટી જાહેરાત કરી છે. અલ્લુ અરવિંદે કહ્યું છે કે પુષ્પા 2ના પ્રોડ્યુસર અને ટીમ બધા સાથે મળીને પીડિત પરિવારને રૂ. 2 કરોડની આર્થિક સહાય કરશે. તેમાંથી 1 કરોડ રૂપિયા અલ્લુ અર્જુન આપી રહ્યો છે. જયારે પુષ્પા 2ના પ્રોડ્યુસર અને ડાયરેક્ટર તરફથી 50-50 લાખ આપવામાં આવશે. તેમજ શ્રીતેજ ટ્રસ્ટ બનાવીને ભવિષ્યમાં પણ વધુ બાળકને મદદ કરવામાં આવશે.

પીડિતની હાલત સ્થિર 

શ્રીતેજ હાલમાં વેન્ટિલેટર પર છે અને KIMS હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે. 4 ડિસેમ્બરે હૈદરાબાદમાં થયેલી નાસભાગમાં 8 વર્ષીય શ્રીતેજની માતા રેવતીનું અવસાન થયું હતું.

પુષ્પા 2નું કલેક્શન 

રિલીઝના 21 દિવસ બાદ પણ અલ્લુ અર્જુનની ફિલ્મ બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ બનાવી રહી છે અને જૂના રેકોર્ડ તોડી રહી છે. ફિલ્મે મંગળવારે 11.05 કરોડ રૂપિયાની કમાણી કરી હતી અને આ સાથે તેનું ડોમેસ્ટિક કલેક્શન રૂ.1101.15 રૂપિયા પર પહોંચી ગયું છે. ફિલ્મનું વર્લ્ડવાઈડ કલેક્શન રૂ. 1500 કરોડને પાર કરી ગયું છે.

Chavda Parakramsinh
Author: Chavda Parakramsinh

Chavda Parakramsinh

Leave a Comment