જુઓ , સંસદ ભવનની બહાર એક શખસનો શરીરે આગ ચાંપી આત્મહત્યાનો પ્રયાસ, હાલત નાજુક
દિલ્હીમાં સંસદ ભવનની બહાર એક શખસે આગ ચાંપી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે. દિલ્હી પોલીસે જણાવ્યા પ્રમાણે બુધવારે આજે સંસદની બહાર એક વ્યક્તિએ પોતાને આગ ચાંપી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. આપઘાત કરનાર શખસ ગંભીર રૂપે દાઝ્યો હતો. તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પોલીસે ઘટના સ્થળેથી પેટ્રોલ જપ્ત કર્યું છે. ઘટના બાદ સ્થળ પર અફરાતફરી મચી હતી.
#WATCH | Delhi: DCP Devesh Kumar Mahla says, "Today a man named Jitendra, a resident of Baghpat in UP, tried to commit suicide at Rail Bhawan roundabout. The police constables along with some civilians immediately extinguished the fire. Investigation so far has revealed that he… https://t.co/zk5RAtUvft pic.twitter.com/oHDiAaXD2Z
— ANI (@ANI) December 25, 2024
સંસદ બહાર આત્મવિલોપન કરનારી વ્યક્તિની સ્થિતિ નાજુક છે. આપઘાત કરનાર વ્યક્તિ ઉત્તર પ્રદેશના બાગપાતમાં રહેનારો છે. તેનુ નામ જીતેન્દ્ર છે. તેણે રેલ ભવન નજીક પોતાને આગ ચાંપી હતી. સ્થાનિક પોલીસ અને રેલવે પોલીસે દોડીને આગ બુઝાવી હતી. પરંતુ શખસ 90 ટકા દાઝી ગયો હતો.
VIDEO | Visuals of security deployment outside the Parliament where man attempted self-immolation earlier today.
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/sfpmxw48MR
— Press Trust of India (@PTI_News) December 25, 2024
આત્મહત્યાનું કારણ અંગત અદાવત
આપઘાત કરવા પાછળનું કારણ અંગત અદાવત હોવાનું જાણવા મળ્યું છે. પીડિત બાગપતમાં તેની વિરૂદ્ધ નોંધાયેલી ફરિયાદના કારણે હેરાન હતો. હજી સુધી કોઈ સુસાઈડ નોટ મળી નથી. તપાસ ચાલુ છે. ક્રિસમસ અને નવા વર્ષની તૈયારીઓના પગલે દિલ્હીમાં કડક પોલીસ બંદોબસ્ત હોવા છતાં જિતેન્દ્ર કેવી રીતે સંસદ ભવન નજીક રેલ ભવનમાં આવ્યો તે જાણવા જેવુ છે. આ ઘટના પોલીસ વ્યવસ્થા પર સવાલો ઊભા કરે છે.

Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh