કઝાકિસ્તાનમાં કરુણાંતિકા, લેન્ડિંગ વખતે ક્રેશ થતાં અગનગોળો બન્યું વિમાન, ૪૨ લોકોના મોત
બુધવારે (25 ડિસેમ્બર) કઝાકિસ્તાનના અક્તૌ એરપોર્ટની નજીકમાં જ અઝરબૈઝાન એરલાઈન્સનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયાની માહિતી સામે આવી છે. આ વિમાનમાં 67 પેસેન્જર્સ અને 5 ક્રૂ સભ્યો સવાર હતા, જેમાંથી 42 લોકોના મોત થયા છે. આ ઘટનામાં 25 લોકોના જીવ બચ્યા છે. પ્રાથમિક અહેવાલો અનુસાર લેન્ડિંગ કરતી વખતે જ અચાનક વિમાન ક્રેશ થઇ જતાં અગનગોળામાં ફેરવાઈ ગયું હતું. ઘટના બનતા જ મુસાફરોમાં ડર અને અફરાતફરી જોવા મળી હતી. વિમાન દુર્ઘટનાનો દર્દનાક વીડિયો પણ સામે આવ્યો છે. બચાવ કર્મચારીઓએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરતા અનેક લોકોને બચાવવામાં સફળતા મળી છે. જણાવી દઈએ કે, દુર્ઘટનાના કારણે પ્લેન બે ટુકડામાં વહેંચાયું હતું. પ્રાથમિક અંદાજ પ્રમાણે કોઈ પક્ષીના ટકરાવાથી દુર્ઘટના બની હોઈ શકે છે.
That's really spine chilling 🥶🥶
New video shows plane carrying 72 people crashing near Aktau Airport in #Kazakhstan.
The visuals are definitely not for the faint hearted.😢😢 pic.twitter.com/8Vf8pX66jC
— SS Sagar (@SSsagarHyd) December 25, 2024
અઝરબૈજાન એરલાઈન્સનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત
પ્રાથમિક અહેવાલ અનુસાર અઝરબૈજાન એરલાઇન્સનું વિમાન રશિયા જઇ રહ્યું હતું. આ દરમિયાન તેમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. તેના પછી ઈમરજન્સી લેન્ડિંગ કરવા મંજૂરી પણ માગવામાં આવી હતી. જોકે આ દરમિયાન જ વિમાન ક્રેશ થઇ ગયું હતું.
The preliminary cause of the crash of the aircraft of the #Azerbaijan|i company AZAL in #Kazakhstan was a collision with a flock of birds. According to preliminary data, there're 67 passengers & 5 crew members on the plane flying from Baku to Grozny/#Russia, 12 people survived. pic.twitter.com/t2WMy2uA84
— Karina Karapetyan (@KarinaKarapety8) December 25, 2024
અમુક લોકો જીવતા બચી ગયા
સ્થાનિક મીડિયાના અહેવાલ અનુસાર મધ્ય એશિયાઈ દેશના ઈમરજન્સી મંત્રાલયના હવાલાથી જણાવાયું કે વિમાન દુર્ઘટનામાં અમુક લોકો જીવતા બચી ગયા હતા. હાલમાં તમામ ઈમરજન્સી રિસ્પોન્સ ટીમના સભ્યો ઘટનાસ્થળે હાજર છે અને આગને કાબૂમાં લેવાના ભરપૂર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh