જુઓ , રશિયાના કઝાનમાં મોટો હુમલો, ૯/૧૧ ની જેમ ૩ બિલ્ડિંગમાં ડ્રોન ઘૂસ્યું, અરાજકતા ફેલાઈ
રશિયાના કઝાનથી એક મોટા હુમલાના સમાચાર સામે આવ્યા છે. અહીં 9/11ની જેમ એક ઈમારતને ડ્રોન વડે નિશાન બનાવવામાં આવી હતી અને આ ડ્રોન સીધું ઈમારતમાં ઘૂસી ગયું હતું. જેના બાદ જોરદાર વિસ્ફોટ થયો હતો. આ હુમલાનો એક વીડિયો પણ સામે આવ્યો છે.
Ukrainian Armed 🐷s drone crashes into residential building in Kazan
According to preliminary data, a UAV damaged an apartment in the Lazurnye Nebesa residential complex, which led to a fire. pic.twitter.com/CMCYiizD6O
— MARIA (@its_maria012) December 21, 2024
હુમલાનો વીડિયો સામે આવ્યો
અહેવાલો અનુસાર, રશિયાની રાજધાની મોસ્કોથી લગભગ 720 કિલોમીટર દૂર કઝાનમાં આ ઘટના બની હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે ડ્રોન સીધો આવીને ઈમારતમાં ઘૂસી જાય છે. માહિતી અનુસાર આ હુમલો યુક્રેન દ્વારા જ કરવામાં આવ્યો હતો. હુમલામાં લગભગ 3 જેટલી ઈમારતોને નિશાન બનાવવામાં આવી હતી. કઝાન રશિયાનું 8મું સૌથી વધુ વસતી ધરાવતું શહેર છે. લગભગ 8 ડ્રોન દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હતો અને ગીચ વસતી ધરાવતા વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યા હતા. બની શકે કે હવે આ હુમલા બાદ રશિયા યુક્રેન સામે આક્રમક કાર્યવાહી કરી શકે છે. જેના લીધે યુદ્ધમાં ભયંકર અથડામણ જોવા મળી શકે છે.
યુક્રેનનો પણ મોટો દાવો
બીજી બાજુ યુક્રેન વિરુદ્ધની લડાઈ માટે રશિયા મોકલવામાં આવેલા ઉત્તર કોરિયાના સૈનિકોએ યુક્રેનના ડ્રોને પકડી પાડવા વધુ ચોક્સાઈ વર્તવાનું શરૂ કરી દીધું છે. ત્યારે યુક્રેનના સૈન્યએ એક મોટો દાવો એ કર્યો છે કે ઉત્તર કોરિયાના સૈન્યને અમારી સામેના યુદ્ધમાં મોટું નુકસાન થયું છે.

Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh