Explore

Search

July 8, 2025 5:26 pm

LATEST NEWS
Lifestyle

ગાંધીનગરમાં ધારાસભ્યો માટે રૂ. ૨૪૭ કરોડના નવા ફ્લેટ , જ્યારે પોલીસ કર્મીઓ વેઇટિંગ લિસ્ટમાં !!

Facebook
Twitter
WhatsApp
Email

ગાંધીનગરમાં  રૂ. ૨૪૭ કરોડના નવા ફ્લેટ ધારાસભ્યો માટે, પોલીસ કર્મીઓ વેઇટિંગ લિસ્ટમાં !!

પાટનગર ગાંધીનગરમાં કાર્યરત 1061 પોલીસ કર્મીઓ પોતાના માટે આવાસની રાહ જુએ છે, જ્યારે ધારાસભ્યો માટે લાખો રૂપિયાના ખર્ચે નવા ફ્લેટ તૈયાર કરવામાં આવ્યા છે. આ હાલ ગાંધીનગર પોલીસ બેડામાં ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે. ગુજરાતના પોલીસ કર્મચારીઓ, જેઓ ગાંધીનગરમાં VIP સુરક્ષા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે, તેમને વર્ષોથી પોતાના આવાસ માટે પ્રતીક્ષા કરવી પડી રહી છે, પણ હજુ પણ વેઇટિંગ લિસ્ટમાં જ છે.

બીજી બાજુ, ગુજરાત વિધાનસભાના ધારાસભ્યો માટે નવા આરામદાયક ફ્લેટોનું નિર્માણ કરવામાં આવ્યું છે. રાજ્યના ધારાસભ્યો માટે ગાંધીનગરના સેક્ટર 17માં તૈયાર થઈ રહેલા લક્ઝુરિયસ 3BHK ફ્લેટોના પ્રોજેક્ટનો ખર્ચ વધીને 310 કરોડ રૂપિયા થઈ ગયો છે. મૂળ બજેટ 247 કરોડનું હતું, જેમાં બિલ્ડિંગની કિંમત માટે 203 કરોડ અને ઇન્ટિરિયર માટે 80 કરોડ ફાળવવામાં આવ્યા હતા. હવે બિલ્ડિંગ એક્સેસરી માટે વધુ 30 કરોડ રૂપિયાની માંગણી મકાન અને માર્ગ વિભાગે સરકાર સમક્ષ કરી છે.

પોલીસ અધિક્ષકની કચેરી, ગાંધીનગર દ્વારા રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ-2005 અન્વયે માહિતી આપવામાં આવી હતી, જેમાં આર.ટી.આઈ. ની અરજીની વિગતે ઉપલબ્ધ રેકોર્ડ પરથી વિગતવાર માહિતી આપવામાં આવી હતી કે, ગાંધીનગર જિલ્લામાં પોલીસ હેડ ક્વાર્ટર ખાતે કુલ 1061 પોલીસ કર્મચારીઓને સરકારી રહેણાંક મકાનની ફાળવણી બાકી છે. આ માહિતી જાહેર માહિતી અધિકારી અને નાયબ પોલીસ અધિક્ષક, ગાંધીનગર દ્વારા આપવામાં આવી છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ગાંધીનગર જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટર ખાતેના મકાનોમાં, જિલ્લા પોલીસ સિવાય સલામતી શાખામાં કામ કરતાં આરએમ પોલીસ કર્મીઓ, ઇન્ટેલિજન્સ વિભાગમાં, પોલીસ ભવનમાં કામ કરતાં પોલીસ કર્મીઓને ફાળવણી કરવામાં આવે છે, જેથી મૂળ જિલ્લા પોલીસમાં કાર્યરત પોલીસ કર્મીઓને મળતા આવાસની યાદી લાંબી છે.

Chavda Parakramsinh
Author: Chavda Parakramsinh

Chavda Parakramsinh

Leave a Comment