Explore

Search

July 9, 2025 2:54 am

LATEST NEWS
Lifestyle

જ્યારે વિરોધી ટીમે અશ્વિનનું અપહરણ કરી લીધું, આંગળી કાપી નાખવાની આપી હતી ધમકી

Facebook
Twitter
WhatsApp
Email

જ્યારે વિરોધી ટીમે અશ્વિનનું અપહરણ કરી લીધું, આંગળી કાપી નાખવાની આપી હતી ધમકી

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બ્રિસ્બેનમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચ ડ્રોમાં પરિણમી હતી. આનાથી ભારતીય ક્રિકેટ ચાહકોએ રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ આ પછી જે થયું તે આશ્ચર્યજનક હતું. ટેસ્ટમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં બીજુ સ્થાન ધરાવનાર સ્પીનર ​​રવિચંદ્રન અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. અશ્વિન એવો ખેલાડી હતો જે વિરોધી ટીમનો પડકાર સામનો કરી પોતાનું શાનદાર પ્રદર્શન કરતો હતો. પોતાની કારકિર્દીમાં એક વખત સિવાય તે ક્યારેય કોઈનાથી ડર્યો નથી. એક વખત વિરોધી ટીમે  અશ્વિનનું અપહરણ કરી લીધું હતું અને તે ખરાબ રીતે આઘાતમાં સરી પડ્યો હતો.

અશ્વિનનું અપહરણ કરાયું હતું

અશ્વિને એક ઈન્ટરવ્યૂમાં આ વાત કહી હતી. અશ્વિને જણાવ્યું કે, જ્યારે તે પોતાના ઘરેથી મેચ રમવા જઈ રહ્યો હતો ત્યારે ચાર-પાંચ લોકોએ તેનું અપહરણ કરી લીધું હતું. અશ્વિને ખૂબ જ મુશ્કેલીથી પોતાનો જીવ બચાવ્યો હતો. અશ્વિને જણાવ્યું હતું કે, જ્યારે હું મેચ રમવા માટે ઘરની બહાર નીકળ્યો ત્યારે ચાર-પાંચ બોડી બિલ્ડર જેવા લોકો મારી પાસે આવ્યા અને કારમાં ઉઠાવી લઈ ગયા હતા. તેમણે મને કારમાં બેસાડ્યો અને મને એક ચાની દુકાન પર લઈ ગયા. અને ત્યાં તેમણે ભજીયા અને વડાનો ઓર્ડર આપ્યો હતો. અને તેમણે મને કહ્યું કે, જો તું રમીશ તો અમે તારી આંગળીઓ કાપી નાખીશું. ત્યારે હું શાંત રહ્યો અને તેમની વાતો સાંભળતો રહ્યો. જો કે હું ખૂબ જ ડરી ગયો હતો. પછી તેમણે મને કહ્યું કે અમે તને કોઈ નુકસાન નહીં પહોંચાડીએ અમે માત્ર ઈચ્છીએ છીએ કે તું મેચ ન રમે.’ આ મામલો ટેનિસ બોલ મેચનો હતો.’

ભાગવા માટે અશ્વિને આ બહાનું કાઢ્યું

થોડો સમય અશ્વિન ત્યાં રહ્યો અને પછી તેને મનમાં ત્યાંથી ભાગી વિચાર આવ્યો. અશ્વિને જણાવ્યું કે, મેં તેમને મારા પિતા ઘરે આવવાના છે, તેવું બહાનું કાઢ્યું હતું, જેને તેમણે માની લીધું હતું. મેં કહ્યું તેમને હતું કે મારા પિતા ઓફિસેથી પાછા આવશે અને તેથી મારે ઘરે રહેવું પડશે. હું તમને વચન આપું છું કે હું રમીશ નહીં.’ અશ્વિનની ક્રિકેટ કારકિર્દી અહીં જ ખતમ થઈ શકી હોત, પરંતુ તે ડર્યો હતો નહીં અને પછી તે સતત રમતો રહ્યો રહ્યો. અશ્વિને ફરીથી ભારતીય ટીમમાં જગ્યા બનાવી અને ભારતના સૌથી મોટા મેચ વિનિંગ ખેલાડીઓની યાદીમાં સામેલ થયો હતો

Chavda Parakramsinh
Author: Chavda Parakramsinh

Chavda Parakramsinh

Leave a Comment