લદાખમાં ૪.૩ ની તીવ્રતાનો ભૂકંપ , લોકો ઘરની બહાર દોડી આવ્યા , કોઈ નુકસાન નહીં
આજે (18 ડિસેમ્બર) સાંજે લગભગ 4 વાગ્યાની આસપાસ લદાખમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેના કારણે આ વિસ્તારના લોકો ડરીને ઘરની બહાર દોડી ગયા હતા. જો કે ભૂકંપની તીવ્રતા ઓછી હોવાને કારણે કોઈ જાનહાની કે નુકસાન થયું નથી. લદાખ જેવા સંવેદનશીલ ભૌગોલિક વિસ્તારમાં ધરતીકંપ નવી વાત નથી. આ પ્રદેશ હિમાલયની ટેકટોનિક પ્લેટો પર આવેલો છે, જ્યાં હળવા અને મધ્યમ ધરતીકંપો વારંવાર નોંધાય છે.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (એનસીએસ) એ જણાવ્યું કે, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.3 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર લેહ-લદાખ ક્ષેત્રમાં પૃથ્વીથી 10 કિલોમીટર નીચે હોવાનું કહેવાય છે. ભૂકંપ સાંજે 4:23 કલાકે નોંધાયો હતો.
EQ of M: 4.3, On: 18/12/2024 16:23:06 IST, Lat: 34.50 N, Long: 78.79 E, Depth: 10 Km, Location: Leh, Ladakh.
For more information Download the BhooKamp App https://t.co/5gCOtjdtw0 @DrJitendraSingh @OfficeOfDrJS @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia pic.twitter.com/tQpTIr7kAJ— National Center for Seismology (@NCS_Earthquake) December 18, 2024

Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh