Explore

Search

July 9, 2025 2:11 am

LATEST NEWS
Lifestyle

જુઓ , મુંબઈમાં ગેટ વે ઑફ ઇન્ડિયા નજીક બોટ પલટી : ત્રણના મોત , ૭૭ લોકોને બચાવાયા

Facebook
Twitter
WhatsApp
Email

મુંબઈમાં ગેટ વે ઑફ ઇન્ડિયા નજીક બોટ પલટી : ત્રણના મોત , ૭૭ લોકોને બચાવાયા

 મુંબઈના ગેટવે ઑફ ઇન્ડિયાથી એલિફન્ટા જઈ રહેલી બોટને અકસ્માત નડ્યો હતો. જેમાં 3 લોકોના મોત થયા છે. બોટમાં 80 મુસાફરો સવાર હતા. આ ઘટના બપોરે 3.55 કલાકે બની હતી. અકસ્માત બાદ 77 લોકોને બચાવી લેવાયા છે. મળતી માહિતી મુજબ, બોટ તેજ ગતિએ જઈ રહેલી એક નાની હોડી સાથે અથડાઈ હતી. જેના કારણે બોટમાં પાણી ભરાવા લાગ્યું હતું અને તે ડૂબી ગઈ.

કોસ્ટ ગાર્ડ અને મરીન પોલીસના સંકલનથી નૌકાદળ તરફથી બચાવ કામગીરી શરુ કરવામાં આવી હતી. નૌકાદળની 11 બોટ, મરીન પોલીસની 3 બોટ અને કોસ્ટ ગાર્ડની 1 બોટ તેમજ 4 હેલિકોપ્ટર બચાવ કામગીરીમાં જોડાતાં 77 લોકોને બચાવી લેવાયા છે.

અકસ્માત બાદ શરુ થઈ બચાવ કામગીરી

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, બોટ મુંબઈ નજીક ‘એલિફન્ટા’ ટાપુ તરફ જઈ રહી હતી, પરંતુ તે ઉરણ નજીક પલટી ગઈ. બોટ દુર્ઘટના બાદ નૌકાદળ, જેએનપીટી, કોસ્ટ ગાર્ડ, યલોગેટ પોલીસ સ્ટેશન અને સ્થાનિક ફિશિંગ બોટની મદદથી રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. જે બોટ સાથે અકસ્માત સર્જાયો તેનું નામ નીલકમલ હતું.

દેવેન્દ્ર ફડણવીસે આપી માહિતી

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ પર આ ઘટના વિશે માહિતી આપતા લખ્યું કે, ‘સૂચના મળી કે, એલિફન્ટા જઈ રહેલી નીલકમલ બોટ દુર્ઘટનાગ્રસ્ત થઈ છે. તાત્કાલિક ધોરણે સહાય માટે નૌકાદળ, કોસ્ટ ગાર્ડ, પોર્ટ અને પોલીસની ટીમની બોટ મદદ માટે મોકલવામાં આવી છે. અમે જિલ્લા અને પોલીસ તંત્રના સતત સંપર્કમાં છીએ, સદનસીબે મોટાભાગના નાગરિકોનો આબાદ બચાવ થયો છે. જો કે બચાવ કાર્ય હજુ ચાલુ છે. જિલ્લા વહીવટીતંત્રને બચાવ કામગીરી માટે જરૂરી હોય તે તમામ સિસ્ટમને તૈનાત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.’Nilkamal

Chavda Parakramsinh
Author: Chavda Parakramsinh

Chavda Parakramsinh

Leave a Comment