Explore

Search

July 9, 2025 3:01 am

LATEST NEWS
Lifestyle

જુઓ , ફ્રાન્સમાં ચિડો વાવાઝોડાનું કહેર, ૧૦૦૦ નાં મોતની આશંકા, ૨૨૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો

Facebook
Twitter
WhatsApp
Email

જુઓ , ફ્રાન્સમાં ચિડો વાવાઝોડાનું કહેર, ૧૦૦૦ નાં મોતની આશંકા, ૨૨૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો

જુઓ , ફ્રાન્સમાં ચિડો વાવાઝોડાનું કહેર, ૧૦૦૦ નાં મોતની આશંકા

ફ્રાન્સના મેયોટ વિસ્તારમાં ‘ચિડો’ વાવાઝોડાએ ભારે તબાહી મચાવી છે. અહીં જીવ ગુમાવનારા લોકોની સંખ્યા લગભગ 1,000ને આંબી ગઈ હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે. એક ટોચના સરકારી અધિકારીએ રવિવારે આ માહિતી આપી.

મેયોટ પ્રીફેક્ટ ફ્રાન્કોઇસ-ઝેવિયર બ્યુવિલેએ કહ્યું કે “મને લાગે છે કે સેંકડો લોકો આ વાવાઝોડાને કારણે માર્યા ગયા છે, કદાચ સંખ્યા લગભગ એક હજાર સુધી પહોંચી શકે છે.  શનિવારે હિંદ મહાસાગરના ટાપુઓ પર ત્રાટકેલા ઉષ્ણકટિબંધીય ચક્રવાતને કારણે થયેલા વ્યાપક વિનાશ બાદ ચોક્કસ આંકડા આપવાનું હાલ તો ‘અત્યંત મુશ્કેલ’ છે.

મેયોટ યુરોપિયન યુનિયનનો સૌથી ગરીબ પ્રદેશ

અધિકારીઓએ રવિવારે અગાઉ મેયોટમાં ઓછામાં ઓછા લોકોના 11 મૃત્યુની પુષ્ટિ કરી હતી પરંતુ પછીથી જણાવ્યું હતું કે સંખ્યા વધવાની અપેક્ષા છે. આફ્રિકાના કિનારે દક્ષિણ-પૂર્વ હિંદ મહાસાગરમાં સ્થિત મેયોટ ફ્રાન્સનો સૌથી ગરીબ ટાપુ પ્રદેશ અને યુરોપિયન યુનિયનનો સૌથી ગરીબ પ્રદેશ ગણાય છે.

220 કિલોમીટર પ્રતિ કલાકથી વધુની ઝડપે પવન ફૂંકાયો

ફ્રેન્ચના હવામાન વિભાગના જણાવ્યાનુસાર ચિડોને કારણે 220 કિલોમીટર પ્રતિ કલાકથી વધુની ઝડપે પવન ફૂંકાયો હતો, જેના કારણે મેયોટમાં અનેક મકાનોને નુકસાન થયું હતું. આફ્રિકાના પૂર્વ કિનારે લગભગ 800 કિલોમીટર દૂર આવેલા બે મુખ્ય ટાપુઓમાં ફેલાયેલા મેયોટની વસ્તી 3 લાખથી વધુ લોકોની છે. કેટલાક સ્થળોએ સમગ્ર વિસ્તાર નાશ પામ્યો હતો. સ્થાનિક રહેવાસીઓએ અહેવાલ આપ્યો હતો કે ઘણા વૃક્ષો ઉખડી ગયા હતા અને હોડીઓ પલટી કે ડૂબી ગઈ હતી.

Chavda Parakramsinh
Author: Chavda Parakramsinh

Chavda Parakramsinh

Leave a Comment