ભારતના ડી ગુકેશે રચ્યો ઈતિહાસ, ચીનના ખેલાડીને હરાવી જીત્યો વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપનો ખિતાબ
ચેસની દુનિયામાં ભારતના ડી ગુકેશે એક નવો ઇતિહાસ રચી દીધો છે.
તેને વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ચીનના ડિંગ લીરેનને હરાવીને દુનિયાનો સૌથી નાનો ચેસ વર્લ્ડ ચેમ્પિયન બન્યો છે.
ભારતના ડી ગુકેશે ચેસની દુનિયામાં ઇતિહાસ રચી દીધો છે. તે ચેસનો નવો અને સૌથી યુવા વર્લ્ડ ચેમ્પિયન બની ગયો છે.
આ બાદ ગુકેશે ચીનની બાદશાહત ખતમ કરી દીધી છે.
હકીકતમાં વર્લ્ડ ચેસ ચેમ્પિયન 2024નો ફાઇનલ મુકાબલો ગુરુવારે સિંગાપોરમાં રમાયો હતો.
આ મુકાબલો ડી ગુકેશ અને વિરુદ્ધમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન અને ચીનનો ચેસ માસ્ટર ડિંગ લીરેન વચ્ચે રમાયો હતો.
ટાઇટલ મેચમાં ડી ગુકેશે 14મી રમતમાં ડીંગ લિરેનને હરાવી ટાઇટલ કબજે કર્યું હતું.
Stunning emotions as Gukesh cries after winning the World Championship title! #DingGukesh pic.twitter.com/E53h0XOCV3
— chess24 (@chess24com) December 12, 2024
ગુકેશ પણ વિશ્વનાથનની ક્લબમાં જોડાયો
ડિંગ લીરેન વિરુદ્ધ ડી ગુકેશ કાળા પ્યાદા સાથે મુકાબલો કરી રહ્યો હતો. આખી મેચમાં ભારતીય યુવાએ પોતાની જબરદસ્ત રમત બતાવી અને દરેક બાજીમાં ચીની પ્લેયર હરાવ્યો.
છેલ્લે ડી ગુકેશે ચીનની બાદશાહત ખતમ કરી દીધી અને તે ચેસનો નવો અને સૌથી યુવા વર્લ્ડ ચેમ્પિયન બની ગયો.
ગુકેશનું દબદબો અને ડિંગ લીરેને કરી ભૂલ
હકીકતમાં આ મુકાબલામાં ચીનના ડિંગ લીરેન પર ગુકેશ કેવી રીતે ભારે પડી રહ્યો હતો તેનો અંદાજો આ વાતથી લગાવી શકાય છે કે એ સમયે આ મુકાબલો ટાઇબ્રેક તરફ આગળ વધી રહ્યો હતો.
પરંતુ આ મુશ્કેલ સ્થિતિમાં પણ ગુકેશે કોન્ફિડન્સ બતાવ્યું અને પોતાના પ્રયત્નો ચાલુ રાખ્યા.
આનું પરિણામ એ આવ્યું કે ડિંગ લીરેન દબાવમાં આવી ગયો અને તેને એક મોટી ભૂલ કરી દીધી.
પછી શું તરત જ આનો ફાયદો ગુકેશે ઉઠાવ્યો. તેણે આ રમતમાં ડિંગ લીરેનના હાથમાંથી મેચ અને ખિતાબ બંને છીનવી લીધું.
હવે ચેસની દુનિયાને એક નવો અને સૌથી યુવા ચેમ્પિયન મળી ગયો છે.

Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh