ગુજરાત સહિત પાંચ રાજ્યોમાં એનઆઈએ ના દરોડા, સાણંદના આદીલ વેપારીની ધરપકડ
એનઆઇએ દ્વારા પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમંદ સાથે જોડાયેલા વ્યક્તિઓને કટ્ટરપંથી બનાવવાના મામલે ચાલી રહેલી તપાસ અંતગર્ત પાંચ રાજ્યોમાં 19 સ્થળોએ તલાશી અભિયાન શરૂ કર્યું છે.
ત્યારે સાણંદ નજીક આવેલા ચેખલા ગામમાં એનઆઇએની ટીમે મોડી રાતથી કાર્યવાહી આદરી છે. હાલમાં મદરેસામાં કામ કરતાં આદીલ વેપારીની ધરપકડ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તેનાઆતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમંદ સાથે તાર જોડાયેલા હોવાની શંકા આધારે તપાસ ચાલી રહી છે.
ગુજરાત, જમ્મૂ-કાશ્મી, અસમ, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં શંકાસ્પદ ઠેકાણાઓ પર સવારથી રેડ પાડવામાં આવી રહી છે. આ અભિયાન આતંકવાદી દુષ્પ્રચારના પ્રચાર અને ચરમપંથી ગતિવિધિઓનો સામનો કરવાના પ્રયત્નો પર કેન્દ્રીત છે.
આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા લોકોના કટ્ટરપંથીકરણ અને આતંકવાદી પ્રચાર ફેલાવવાના કેસમાં કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને જમ્મુ-કાશ્મીરના રિયાસી, બડગામ અને અનંતનાગ જેવા વિસ્તારોમાં NIA ની ટીમોએ ભૌતિક પુરાવાઓને જપ્ત કરીને તપાસ વધુ ઝડપી બનાવવાનો પ્રયાસ કર્યો છે.

Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh